લંડનઃ સ્પીડ લિમિટ તોડવા માટે થતા દંડ અને પેનલ્ટીથી બચવા માટે વાહનચાલકો પાસેથી સેંકડો પાઉન્ડ વસૂલવાના વ્યાપક કૌભાંડના રીંગલીડર ખુર્રમ યાકુબને બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા 3 વર્ષ અને 4 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ પહેલાં ખુર્રમને વર્ષ 2021માં શસ્ત્રો રાખવા માટે 7 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી જે હવે પૂરી થવાના આરે છે. આ સજાના કારણે હવે તેને વધુ સમય જેલમાં વીતાવવો પડશે. ખુર્રમ યાકુબ આલર્ટોનના વેસ્ટલેન્ડ્સ ડ્રાઇવનો વતની છે. આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય 16 વ્યક્તિને પણ 6 થી 14 મહિનાની કેદ કરાઇ હતી.