લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ સ્લાઉની બેઠક માટે સ્થાનિક બિઝનેસવુમન અને એક્ટિવિસ્ટ મોની કૌર નંદાની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. છેલ્લા એક દાયકાથી તેઓ સ્લાઉ અને વિદેશોમાં બિઝનેસ ચલાવી રહ્યાં છે. તે ઉપરાંત તેઓ સ્લાઉ નેટબોલ ક્લબમાં તેમની પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા છે. મોની કહે છે કે હું છેલ્લા થોડા વર્ષથી રાજકારણમાં સક્રિય બની છું. મારો ઉછેર થયો છે તે સ્લાઉ વિસ્તાર હવે બદલાઇ ગયો છે. લોકો માટે અહીં હવે કોઇ તક રહી નથી. 90ના દાયકામાં એક એશિયન તરીકે આગળ વધવું સરળ નહોતું પરંતુ મેં મારી સફળ કારકિર્દીનું નિર્માણ કર્યુ છે. હું સ્લાઉમાં નવો આશાવાદ જગાવવા માગુ છું.