લંડનઃ સગીર બોક્સરની ગોળી મારીને હત્યા કરનાર પોતાના ભાઇને યુકેમાંથી નાસી જવામાં મદદ કરવાના આરોપસર બે બહેનોને 4 વર્ષની કેદની સજા અપાઇ છે. 2020માં બરી ખાતે ખયામ ખુરશીદે કામરાન મોહમ્મદ અને મોહમ્મદ ખાન સાથે મળીને 18 વર્ષના કોલ કેરશોની હત્યા કરી હતી. ખયામની બહેનો હુસના ખાન અને ફરાહ ખાને ખયામ દેશ છોડીને નાસી છૂટે તે માટે હોટેલ બુકિંગ, ચેનલ ટનલ ક્રોસિંગ અને એક ભાડાની કારની વ્યવસ્થા કરી હતી. ખુરશીદ પાકિસ્તાન નાસી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ડચ પોલીસે એમ્સ્ટર્ડેમ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી હતી.