ઈલકાબ પાછો ખેંચાયાને બાજુ પર રાખીએ તો પણ મને ભય છે કે જ્યારે ઈસ્લામિસ્ટ્સ તરફથી થતા અન્યાયો વિશે આપણે બોલવાનું થાય ત્યારે સમસ્યા એ થઈ છે કે આપણે હિન્દુઓ અચાનક જ યુકેમાં બીજા વર્ગના નાગરિક બની ગયા હોઈએ તેમ લાગે છે. આપણે ઈસ્લામોફોબિયાનો આરોપ લાગી જાય તેવા ભય સાથે મૌન રહીને સહન કરવાનું રહે છે કારણકે આજકાલ તે આ સરકારની પ્રથમ ક્રમની પ્રાયોરિટી બની ગઈ છે.
સરકાર ઈસ્લામોફોબિયા વિરુદ્ધ અધિકૃત આદેશોને પ્રાથમિકતા આપવા ઘણી ઉત્સુક છે. પરંતુ, ઈસ્લામોફોબિયાની વ્યાખ્યા જ ખામીપૂર્ણ છે. તેની વ્યાખ્યા કરવી જ અશક્ય છે. આના બદલે સરકારે એન્ટિસેમેટિઝમની વ્યાખ્યા કરી છે તે અનુસાર મુસ્લિમોને રક્ષણ આપવા એન્ટિ મુસ્લિમ તિરસ્કારની વ્યાખ્યા આપવા પ્રયાસ કરવો જોઈએ અને તે જ રીતે હિન્દુ-મિશિયાની વ્યાખ્યા કરવી જોઈએ. લેજિસ્લેટિવ ભાર ઘૃણાવિરોધ પર મૂકાવો જોઈએ નહિ કે માની લીધેલા ફોબિયા પર. મને લાગે છે કે ફોરફીચર કમિટીએ તેઓ જેને ઈસ્લામોફોબિયા માને છે તેના વિરુદ્ધ એક્શન લઈ રહ્યા છે તે દેખાડવાના પ્રયાસમાં મારા ઉપર એન્ટિ હિન્દુ આળ ચોંટાડવાનું સહેલું લાગ્યું હશે.
હું ઈસ્લામોફોબિક હોવાનો ઈનકાર કરું છું અને મુસ્લિમો તેમજ મારા મિત્રો, મારા ક્લાયન્ટ્સ, મારા કર્મચારીઓ અને મારા સગાંસંબંધી સાથે સુમેળપૂર્ણ સંબંધો ધરાવું છું. પરંતુ, સરકારની આ કાર્યવાહીના પરિણામે મને લાગે છે કે ઈક્વલિટી એક્ટ 2010 અન્વયે હું ધાર્મિક રીતે અત્યાચારનો ભોગ બન્યો છું. મેં મારા ટ્વીટ્સના ખુલાસાઓ કરેલા છે અને કેબિનેટ ઓફિસને પત્રમાં દરેક દાવાઓનું ખંડન કર્યું છે.
આખરે મારે ભારતીય કવિના શબ્દોમાં એટલું જ કહેવાનું છેઃ
‘વોહ કત્લ ભી કરતેં હૈ, તો ચર્ચા નહિ હોતા
હમ આહ ભી ભરતે હૈ તો હો જાતે હૈ બદનામ’