લંડનઃ બ્રિટનમાં લિસ્ટેડ 70 કરતાં વધુ કંપનીઓના હિસાબ કિતાબ રજૂ કરવામાં નિષ્ફળ જવા માટે સ્ટીલ ટાયકૂન સંજીવ ગુપ્તા સામે કંપનીઝ હાઉસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. 2017માં બ્રિટનનો સ્ટીલ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો ત્યારે સંજીવ ગુપ્તા તારણહાર તરીકે ઉભરી આવ્યા હતા. હવે હિસાબ કિતાબ રજૂ કરવામાં વિલંબને માટે તેમની સામે યુકેના બિઝનેસ રજિસ્ટર દ્વારા પગલાં લેવાનું શરૂ કરાયું છે. જો તેમની સામેના આરોપ પૂરવાર થશે તો તેમને દંડ કરાશે અથવા તો કંપનીના ડિરેક્ટરપદે માટે ગેરલાયક ઠેરવાશે.
સંજીવ ગુપ્તાના ગુપ્તા ફેમિલી ગ્રુપ એલાયન્સની સામે પણ 2021માં ગ્રીનસિલ કેપિટલ સાથે છેતરપિંડીના આરોપસર સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા ક્રિમિનલ તપાસ ચાલી રહી છે. ગુપ્તાએ તેમના પર મૂકાયેલા આરોપો નકારી કાઢ્યાં છે.