લંડનઃ એર ઈન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરાઈ છે જે અનુસાર લંડનના હીથ્રો વિમાનમથકેથી ભારત જઈ રહેલા મુસાફરોને હવે ચેક ઈન ટાઈમમાં 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સમય 60 મિનિટનો હતો જે હવે 75 મિનિટનો ગણાશે. ચેક-ઈન કાઉન્ટર્સ ફ્લાઈટ્સના નિયત ડિપાર્ચર ટાઈમ કરતાં 75 મિનિટ અગાઉ ખુલી જશે.
હીથ્રોથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ચેક ઈન ટાઈમમાં વધારો થવા સાથે પેસેન્જરોની સુવિધા વધી જશે તેમ એર ઈન્ડિયાએ જણાવ્યું છે. પીક અવર્સમાં સિક્યોરિટી ચેક્સ અને ચેક-ઈન માટે વધુ સમય મળી રહેશે જેથી દોડાદોડી કે ઉતાવળ નહિ કરવી પડે અને પ્રવાસ સરળ રહેશે.