હું છું એમેકા... વિશ્વનો સૌથી અત્યાધુનિક હ્યુમનોઇડ રોબોટ

Sunday 19th December 2021 04:59 EST
 
 

બ્રિટનમાં વિશ્વના સૌથી અત્યાધુનિક હ્યુમનોઇડ રોબોટ ‘એમેકા’ની પહેલી ઝલક રજૂ કરાઇ છે. બ્રિટિશ કંપની એન્જિનિયર્ડ આર્ટર્સે દ્વારા તૈયાર થયેલા આ રોબોટની વિશેષતા એ છે કે તેના હાવભાવ અને વાત કરવાનો અંદાજ અદ્દલ મનુષ્યો જેવા જ છે એમ કહો તો પણ લગારેય અતિશ્યોક્તિ નથી. ‘એમેકા’ આંખો પણ પટપટાવે છે, અને આપણા પ્રશ્નોના જવાબ પણ આપે છે. આ રોબોટ બનાવવામાં મહદ્ અંશે ‘સોફિયા’ રોબોટ માટે ઉપયોગમાં લેવાયેલી ટેક્નિક વાપરવામાં આવી છે. ‘સોફિયા’ રોબોટ ૨૦૧૬માં રજૂ કરાયો હતો. કંપનીનું કહેવું છે કે ‘એમેકા’ ભવિષ્યની હ્યુમન-રોબોટિક્સ ટેક્નોલોજીનું એક ઉદાહરણ છે. આ ટેક્નોલોજીને ભવિષ્યમાં હજુ અપગ્રેડ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter