લંડનઃ હાઉસિંગ ડેવલપમેન્ટ માટે ચિહ્નિત કરાયેલ વીલ્ડસ્ટોન સાઇટ ખાતેથી 650 ટન કરતાં વધુ ઔદ્યોગિક કચરો દૂર કરાયો છે. હેરો કાઉન્સિલને આ કચરો દૂર કરવા માટે 3,50,000 પાઉન્ડનો ખર્ચ થયો છે. અહીં બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનો કાટમાળ, ઘરેલુ ચીજવસ્તુઓ અને ઝેરી મટિરિયલ નાખવામાં આવતાં હતાં. કોન્ટ્ર્ક્ટરો આ સાઇટને લંડનની સૌથી મોટી ફ્લાય-ટીપની સમસ્યા ગણાવતા હતા.
ફેબ્રુઆરી 2025માં કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ આ સ્થળે 149 નવા મકાન બનાવવાની યોજનાને મંજૂરી આપી હતી. આ સ્થળે અગાઉ એક ડ્રાઇવિંગ સ્કૂલ હતી અને 2023 સુધી અહીં સ્પેશિયલ નીડ્સ મિની બસો પાર્ક કરાતી હતી. તાજેતરના વર્ષોમાં આ સ્થળે ગેરકાયદેસર રીતે કચરો નાખવાની પ્રવૃત્તિએ માઝા મૂકી હતી.
હેરો કાઉન્સિલે જણાવ્યું હતું કે, પર્યાવરણ અંગેની એક મોટી ચિંતા દૂર કરી દેવાઇ છે. આ સાઇટની સફાઇમાં ચાર સપ્તાહ લાગી ગયાં હતાં.