લંડનઃ હેરોડ્સના પૂર્વ માલિક મોહમ્મદ અલ ફયાદના શારીરિક શોષણનો ભોગ બનેલી પીડિતાઓનો પક્ષ રજૂ કરવા માટે હેરોડ્સ દ્વારા ડેમ જસવિન્દર સંઘેરાની એડવોકેટ તરીકે નિયુક્તિ કરાઇ છે. ડિપાર્ટમેન્ટ સ્ટોરે જણાવ્યું હતું કે, 290 કરતાં વધુ મહિલાઓએ ફયાદ પર શારીરિક શોષણના આરોપ મૂકી દાવા કર્યા છે તેથી અમે માનવ અધિકાર કાર્યકર્તાની સ્વતંત્ર એડવોકેટ તરીકે નિયુક્તિ કરી છે.
ફયાદના અત્યાચારોનો ભોગ બનેલી પીડિતાઓએ જણાવ્યું હતું કે, ફક્ત સ્વતંત્ર અને પારદર્શક પ્રક્રિયા દ્વારા જ પીડિતાઓને ન્યાય મળી શકશે. હેરોડ્સે જણાવ્યું હતું કે, ડેમ જસવિન્દર સંઘેરા ક્લેઇમ પ્રોસેસમાં કેન્દ્રવર્તી ભુમિકા ભજવશે.
સ્ટોરે જણાવ્યું હતું કે, પીડિતાઓના કાઉન્સેલિંગ અને દાવેદારો માટે વ્યાજબી લીગલ ફીની ચૂકવણી સહિતની ક્લેઇમ પ્રોસેસના વિસ્તરણના ભાગરૂપે આ નિયુક્તિ કરાઇ છે.