લંડનઃ હેરોના પૂર્વ સિવિક સેન્ટર ખાતે રિડેવલપમેન્ટ કરી પ્રસ્તાવિત પોએટ્સ કોર્નરને વિકસાવવા માટે હેરો કાઉન્સિલ દ્વારા સ્થાનિક રહેવાસીઓના સૂચનો આમંત્રિત કરાયાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1100 નવા રહેણાંક તૈયાર કરાશે.
કાઉન્સિલ દ્વારા 2024ના અંત સુધીમાં ડેવલપર સાથે મળીને પ્લાનિંગ એપ્લિકેશન રજૂ કરાય તેવી સંભાવના છે. તેથી તે પહેલાં સ્થાનિક રહેવાસીઓ પાસેથી સલાહ સૂચનો આમંત્રિત કરાઇ રહ્યાં છે જેથી અંતિમ પ્લાન તૈયાર કરી શકાય.
સ્થાનિકો પોએટ્સ કોર્નર કન્સલ્ટેશન વેબસાઇટ દ્વારા અથવા તો લોકલ ઇવેન્ટ્સ દરમિયાન તેમના સલાહ સૂચનો રજૂ કરી શકે છે.