લંડનઃ અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં કરાયેલા મોટા બદલાવના કારણે બ્રિટનમાં હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા માટે અરજી કરનારાઓની સંખ્યામાં 83 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર એપ્રિલથી ઓગસ્ટ 2024 વચ્ચે ફક્ત 13,100 અરજી પ્રાપ્ત થઇ હતી જે 2023ના આ સમયગાળાની સરખામણીમાં 83 ટકા ઓછી છે. તે સમય.ગાળામાં 75,900 અરજી પ્રાપ્ત થઇ હતી.
ઓગસ્ટ 2024માં ફક્ત 2300 અરજી મળી હતી જેની સામે ઓગસ્ટ 2023માં હેલ્થ એન્ડ કેર વિઝા માટે 18,300 અરજી મળી હતી. હેલ્થ એન્ડ કેર વિઝાધારકો દ્વારા કરાતી ડિપેન્ડન્ટ વિઝા માટેની અરજીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-ઓગસ્ટ 2024માં ડિપેન્ડન્ટ વિઝા માટે 26,500 અરજી પ્રાપ્ત થઇ જે 2023ના આજ સમયગાળા કરતાં 73 ટકા ઓછી હતી.
સ્ટુડન્ટ વિઝા અરજીઓમાં ઘટાડો થતાં યુનિવર્સિટીઓના બજેટ પર જોખમ
વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓમાં પણ મોટો ઘટાડો થતાં લંડન અને બ્રિટનમાં અન્ય પ્રદેશોમાં આવેલી યુનિવર્સિટીઓના બજેટ પર મોટું જોખમ સર્જાયું છે. હોમ ઓફિસના આંકડા અનુસાર ઓગસ્ટમાં યુકેમાં અભ્યાસ માટેની વિઝા અરજીઓ (25,200)માં અગાઉના વર્ષની સરખામણીમાં 17.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે યુકેની યુનિવર્સિટીઓ હવે વિદેશી વિદ્યાર્થીઓ પર વધુ આધાર રાખી શકે તેમ નથી. વિદેશી વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યાના કારણે ઘરેલુ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ સ્ત્રોતોમાં પણ ઘટાડો થશે. વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓમાં પણ મોટો ઘટાડો થતાં લંડન અને બ્રિટનમાં અન્ય પ્રદેશોમાં આવેલી યુનિવર્સિટીઓના બજેટ પર મોટું જોખમ સર્જાયું છે. હોમ ઓફિસના આંકડા અનુસાર ઓગસ્ટમાં યુકેમાં અભ્યાસ માટેની વિઝા અરજીઓ (25,200)માં અગાઉના વર્ષની સરખામણીમાં 17.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે યુકેની યુનિવર્સિટીઓ હવે વિદેશી વિદ્યાર્થીઓ પર વધુ આધાર રાખી શકે તેમ નથી. વિદેશી વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યાના કારણે ઘરેલુ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ સ્ત્રોતોમાં પણ ઘટાડો થશે.
બીજીતરફ યુકેની યુનિવર્સિટીઓએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થતાં ઘરેલુ વિદ્યાર્થીઓની ફીમાં વધારાની ઉગ્ર માગ કરી છે. યુનિવર્સિટીઓ એન્યુઅલ ફી મર્યાદા 12000 પાઉન્ડ સુધી લઇ જવાની તરફેણ કરી રહી છે. યુકેની સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેની સેવિંગ્સ મર્યાદામાં પણ વધારો કર્યો છે.