લંડનઃ કોકેનના મોટા જથ્થા અને ઢગલાબંધ રોકડ રકમ સાથે ઝડપાયેલા ડ્રગ ડીલર મુહોન મિયાહને 8 વર્ષ કરતાં વધુની કેદ ફટકારાઇ છે. એપ્રિલ 2023માં સંડરલેન્ડના સીબર્ન ખાતે આવેલી ગ્રાન્ડ હોટેલમાં પોલીસે દરોડો પાડ્ય હતો. મુહોનના રૂમમાંથી 296 ગ્રામ કોકેન અને 30,825 પાઉન્ડ રોકડા મળી આવ્યા હતા. મિયાહે આપેલી માહિતીના આધારે પોલીસે સાઉથ શિલ્ડ્સના એક મકાનમાં દરોડો પાડી 89,340 પાઉન્ડ જપ્ત કર્યાં હતાં. મિયાહ છેલ્લા એક વર્ષથી હોટલના રૂમમાં જ રહેતો હતો.