૩ સંતાનની માતા આજીવન કેદી સાથે લગ્ન કરશે

Wednesday 17th January 2018 07:10 EST
 

લંડનઃ ત્રણ સંતાનોની ૩૩ વર્ષીય બ્રિટિશ માતા એમ્મા પિકેટે આજીવન જેલની સજા ધરાવતા ૩૦ વર્ષીય અમેરિકી કેદી જસ્ટિન એર્સકીન સાથે લગ્ન કરવા નિર્ણય કર્યો છે. કેદીઓ માટેની વેબસાઇટના માધ્યમથી એમ્મા જસ્ટિનના પરિચયમાં આવી હતી. અમેરિકાના ડેલાવરની જેલમાં એમ્મા સાથે બીજી જ મુલાકાતમાં જસ્ટિને તેને પ્રપોઝ કર્યું હતું, જેનો જવાબ એમ્માએ હકારમાં આપ્યો હતો.

ટૂંક સમયમાં જેલમાં જ બન્નેના લગ્ન થવાના છે. જસ્ટિનને હત્યાના ગુનામાં ૨૦૦૬માં કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. એમ્મા લગ્ન પછી ત્રણેય સંતાનો સાથે અમેરિકામાં સ્થાયી થઈ જવાનું પણ પ્લાનિંગ કરી ચૂકી છે. તેના ૩ સંતાનો ૬, ૧૨ અને ૧૪ વર્ષના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter