લંડનઃ યુએસ ક્રેડિટ રેટિંગ કંપની ઈક્વિફેક્સ પરના સાયબર હુમલામાં ૪૪ મિલિયન જેટલા બ્રિટિશર્સના ડેટા ચોરાયા હોવાનું કહેવાય છે. બ્રિટિશ ટેલીકોમ, કેપિટલ વન અને બ્રિટિશ ગેસ સહિતની કંપનીઓ દ્વારા ઈક્વિફેક્સની સેવા મેળવાય છે, જેનું ઉનાળામાં હેકિંગ કરાયું હતું.
સાયબર અપરાધીઓએ આશરે ૧૮૨,૦૦૦ યુએસ નાગરિકોની અંગત માહિતી તેમજ ૨૦૯,૦૦૦ ક્રેડિટ કાર્ડ નંબર્સની નચોરી કરી હોવાનું કહેવાય છે. જોકે, ઈક્વિફેક્સ દ્વારા કહેવાયું હતું કે હેકર્સ દ્વારા મર્યાદિત સંખ્યામાં બ્રિટિશ અને કેનેડિયન નાગરિકોની અંગત માહિતી ચોરવામાં આવી હતી. ક્રેડિટ રેટિંગ કંપની પાસે આશરે ૪૪ મિલિયન બ્રિટિશર્સના ડેટા હોવાનું મનાય છે.
ઈન્ફોર્મેશન કમિશનરની ઓફિસ યુકેના કેટલા નાગરિકોને સાયબર હુમલાની અસર થઈ છે તે જાણવા ઈક્વિફેક્સના સીધા સંપર્કમાં છે, જેથી આ લોકોને વેળાચર ચેતવી શકાય. ICOએ જણાવ્યું હતું કે દેશની બહાર સાયબર એટેક્સમાં યુકેના નાગરિકો વતી દરિયાપારના સત્તાવાળાઓ સાથે કામ કરવા અમે પ્રતિબદ્ધ છીએ.