નવી માહિતી અનુસાર નવજાત અને નાના બાળકોનું શોષણ થયું હોઈ શકે છે. અપરાધી ગેન્ગ્સ, સોશિયલ મીડિયા, કુટુંબના સભ્યો અને મસાજ પાર્લરો દ્વારા નવથી ૧૪ વર્ષની વયના બાળકોના સંભવિત શોષણના રિપોર્ટ કાઉન્સિલ દ્વારા અપાયાં હતાં. સૌથી વધુ જોખમી વિસ્તાર ઉત્તરના છે, જેમાં માન્ચેસ્ટરમાં ૪૫૨, ડર્બીશાયરમાં ૪૦૭, શેફિલ્ડમાં ૩૬૩ અને બ્લેકબર્ન અને ડાર્વેનમાં ૩૧૧ની સંખ્યા હતી. જોકે, સમસ્યા ઉત્તરીય વિસ્તારો પૂરતી નથી. લંડનના હેવરિંગ બરોમાં ૨૫૬, નોર્ધમ્પટનશાયરમાં ૨૩૦, હેમ્પશાયરમાં ૧૮૬ અને સાઉધમ્પટનમાં ૧૪૦ બાળકો જોખમ હેઠળ હતાં.
સ્ટોકપોર્ટના લેબર સાંસદ અને બાળ યૌનશોષણ ઈન્ક્વાયરીના અધ્યક્ષ એન કોફી કહે છે કે, ‘આજકાલ એજન્સીઓ યૌનશોષણ નિવારણ મુદ્દે ઘણી સક્રિય છે. તેઓ યૌનશોષણનું જોખમ ધરાવતાં બાળકોની ઓળખ કરે છે અને આવી ઘટના કે તેના આઘાત અગાઉ હસ્તક્ષેપ કરવા આશાવાદી રહે છે.’