ઇલીંગ રોડ વેમબ્લી ખાતે આવેલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી રીસોર્સ સેન્ટરની ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨૫-૯-૧૫ના રોજ શુક્રવારે સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક HA9 9PE ખાતે સાંજે ૬થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડીનર, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સંસ્થાની ૫૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણીનો લાભ મળશે.
BIAના નામે અોળખાતું બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન લંડનની સૌથી જુની અને જાણીતી સામાજીક સંસ્થા છે. BIA દ્વારા ઇમિગ્રેશન, વિસા, વેલ્ફેર રાઇટ્સ, OCI, PIO અને ભારતીય પાસપોર્ટ, બેનીફીટ અને હાઉસિંગ સહિત વિવિધ બાબતો અંગે મફત સલાહ આપવામાં આવે છે. BIAના સદસ્યોને દર શુક્રવારે સાંજે મફત કાનૂની સલાહ પણ અપવામાં આવે છે. સંસ્થા દ્વારા ૨૨૫ અને ૧૫૦ મહેમાનોને સમાવી શકતા હોલની સેવાઅો પણ અપવામાં આવે છે, જેનો હજારો ભારતીયો લાભ લઇ ચૂક્યા છે અને સામાજીક, કોર્પોરેટ મીટીંગ, બર્થ ડે પાર્ટી, પ્રાર્થના સભા અને ભજન સત્સંગ માટે વ્યાજબી ભાવે હોલ તેમજ રૂમ ભાડે આપવામાં આવે છે.
મોટી વયના વ્યક્તિઅો માટે યોગા, સત્સંગ, બપોરના સમયે નવરાત્રીના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. સંસ્થાના વિવિધ લાભ મેળવવા માટે આજે જ સભ્ય બનો. સંપર્ક: BIA 020 8903 3019.