મુંબઇઃ વર્ષ 2024માં પણ સોનાની ચમક યથાવત્ રહે તેવા અણસાર છે. સ્થિર રૂપિયો, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને વૈશ્વિક ગ્રોથમાં ઘટાડાને પગલે 10 ગ્રામ સોનાની કિંમતરૂ. 70,000ને આંબે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. અત્યારે કોમોડિટી સ્ટોક એક્સચેન્જ ખાતે એમસીએક્સ સોનાની 10 ગ્રામની કિંમત રૂ. 63,060ની આસપાસ છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 83 હતો ત્યારે સોનાની કિંમત $2,058ની આસપાસ હતી. ડિસેમ્બર 2023ની શરૂઆતમાં મધ્ય પૂર્વમાં વૈશ્વિક તણાવ વધવાને કારણે કિંમતો આસમાને પહોંચી હતી. જોકે હાલ તેમાં નરમાઇ વર્તાઇ રહી છે.