34 વર્ષ બાદ શ્રીનગરના લાલ ચોકમાં તાજિયાનું જુલૂસ

Thursday 03rd August 2023 16:16 EDT
 
 

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત 27 જુલાઇએ પરંપરાગત ગુરુબજાર-દાલગેટ રૂટથી શ્રીનગરના ચર્ચાસ્પદ લાલ ચોક વિસ્તારથી શિયા સમુદાયનું જુલૂસ અને તાજિયા પસાર થયા હતા. 1990ના દાયકામાં હિંસાના કારણે આ રૂટ પરથી મોહરમના જુલૂસ યોજવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. હતો. આ વર્ષે જમ્મુ વહીવટી તંત્રે કાશ્મીરમાં તાજિયા જુલૂસ યોજવા માટેની લીલી ઝંડી આપી હતી. મોહરમને ઇસ્લામિક કેલેન્ડરનાં પ્રથમ મહિના તરીકે ગણવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter