GSLVની મદદથી હવામાન ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં છોડાયો

Friday 09th September 2016 04:03 EDT
 
 

શ્રીહરિકોટાઃ ભારતે આઠમી સપ્ટેમ્બરે હવામાનની માહિતી આપતા આધુનિક ઉપગ્રહ ઈન્સેટ-3DR જીએસએલવી સિરીઝના નવા રોકેટ જીએસએલવી-F05 મારફતે લોન્ચ કરીને અવકાશ ક્ષેત્રે વધુ એક મહત્ત્વની સિદ્ધિ મેળવી છે. શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આઠમીએ સાંજે ૪.૫૦ વાગે ૪૯.૧૩ મીટર ઊંચા રોકેટ મારફતે ૨૨૧૧ કિલોગ્રામનો ઈન્સેટ-3DR ઉપગ્રહ રવાના કરાયો હતો. ૧૭ મિનિટ બાદ ઉપગ્રહ સફળતાપૂર્વક તેની જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ભ્રમણકક્ષામાં તરતો મુકાયો હતો.

અગાઉ તેને ૪.૧૦ વાગે રવાના કરવાનો હતો, પરંતુ થોડાં વિલંબને કારણે ૪.૫૦ વાગે અવકાશમાં લોન્ચ કરાયો હતો. જીએસએલવી-F05ને ક્રાયોજેનિક સંપૂર્ણ સ્વદેશી એન્જિનથી સજ્જ કરાયું હતું. જીએસએલવી સિરીઝના નવા રોકેટ જીએસએલવી-F05 મારફતે આ સૌપ્રથમ ઓપરેશનલ લોન્ચ હતું. અત્યાર સુધી સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજની મદદથી જીએસએલવી લોન્ચ થયા હતા તે ડેવલપમેન્ટલ ફેઝમાં થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter