IAFના વિંગ કમાન્ડર રેડ્ડીની આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડમાં ધરપકડ

Thursday 06th October 2016 07:29 EDT
 

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં એરફોર્સના વિંગ કમાન્ડર અને બેંગલુરુના વૈજ્ઞાનિક જી રાજશેખર રેડ્ડીની સંડોવણી બહાર આવી છે. રૂ. ૨૩૦ કરોડના આ રેકેટની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ પાંચમી ઓક્ટોબરે મહારાષ્ટ્રની નાંદેડ પોલીસની મદદથી જી રાજશેખર રેડ્ડીની ધરપકડ કરી હતી. વિંગ કમાન્ડરની ધરપકડ પછી તેને હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો. રેડ્ડી દિલ્હીમાં એરફોર્સના હેડકર્વાટર ખાતે ઇન્ફરમેશન ટેક્નોલોજી વિભાગમાં કાર્ય કરતો હતો. આ કેસમાં રેડ્ડીની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પછી અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ડ્રગ રેકેટમાં સંરક્ષણ મંત્રાલયના કેટલાક અધિકારીઓ સહિત વધુ કેટલાક લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter