અગરતલા: આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, તેમણે આતંકવાદી સંગઠન આઈએસઆઇએસ સમક્ષ શાંતિમંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો તો સંગઠને એક વ્યક્તની માથું કાપેલી લાશનો ફોટો મોકલાવી તે પ્રયાસને ઉડાવી દીધો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મેં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા સાથે વાટાઘાટો કરવાની કોશિશ કરી, પરંતુ તે લોકોએ એક વ્યક્તિની માથું કાપેલી તસવીર મને મોકલાવી દીધી. તેની સાથે જ આઈએસ સાથેની મારી શાંતિમંત્રણા શરૂ કરવાના પ્રયાસનો અંત આવી ગયો હતો.
આઈએસ શાંતિ નથી ઈચ્છતું
તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે આઈએસ કોઈ જ શાંતિ મંત્રણા કરવા નથી ઈચ્છતું, તેથી તેની સાથે લશ્કરે લડવું જોઈએ. ત્રિપુરાની ત્રણ દિવસની મુલાકાત બાદ રવિશંકર કોલકતા જવા રવાના થઈ ગયા હતા. રાજ્યમાં અનેક શાંતિમંત્રણા કરીને તેમણે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવા ઉપર ભાર આપ્યો હતો.