IS સાથે જોડાયેલા ત્રણ ભારતીય યુવકોને યુએઈએ દેશવટો આપ્યો

Saturday 30th January 2016 07:37 EST
 

નવી દિલ્હીઃ અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અને શેખ અઝહર આ ત્રણેય યુવાનો ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ઇસ્લામિક સ્ટેટના સમર્થક હતા એવા રિપોર્ટ મળતાં ત્રણેયને યુનાઈટેડ આરબ અમિરાતે દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માર્ગે નવી દિલ્હી મોકલાયા હતા અને ભારત સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીને સોંપીને આ કેસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુએઈ સરકારના જણાવ્યાનુસાર, આ ત્રણેય યુવકો ઈસ્લામિક સ્ટેટની નીતિના પ્રખર સમર્થક હતા. તેઓ કેટલાક અજાણ્યા લોકો સાથે મળીને બીજા ભારતીયોની ભરતી અને ઉશ્કેરણીનું આયોજન કરતા હતા. આ તમામે ભારત અને તેના મિત્રરાષ્ટ્રોના દૂતાવાસો અને નાગરિકો પર હુમલો કરવાની યોજના ઘડી હતી. આ લોકો અબુધાબી સ્થિત ઈસ્લામિક સ્ટેટના સ્લિપર સેલના સભ્યો હોઈ શકે છે.
આ પહેલાં યુએઈ ઈસ્લામિક સ્ટેટની સમર્થક ૩૭ વર્ષીય આફશા જાબીનને પણ ભારત પરત મોકલી ચૂક્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter