અમદાવાદ: એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ રેન્કિંગમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇંડિયા (એલઆઇસી) વિશ્વની ચોથી સૌથી મોટી વીમા કંપની બની છે. આ રેન્કિંગ વર્ષ 2022માં કંપનીઓના લાઈફ અને એક્સિડન્ટ તથા હેલ્થ વીમાના કેશ રિઝર્વ પર આધારિત છે. દેશની આ સરકારી વીમા કંપનીની સરખામણીમાં એલિયોન્ઝ એસઈ, ચાઈના લાઈફ ઈન્સ્યોરન્સ કંપની અને નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની આગળ છે.
એલઆઈસીનું કેશ રિઝર્વ 503.07 બિલિયન ડોલર છે, જ્યારે એલિયોન્ઝ એસઈની કેશ રિઝર્વ 750.20 બિલિયન ડોલર, ચાઈના લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની રોકડ અનામત 616.90 બિલિયન ડોલર અને નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની કેશ રિઝર્વ 536.80 બિલિયન ડોલર હતી.
વિશ્વની ટોચની 50 લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓની યાદીમાં 21 કંપની સાથે યુરોપનું પ્રભુત્વ છે. જો દેશની જ વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. આઠ વીમા કંપનીઓનું મુખ્ય મથક યુએસમાં છે. આ પછી સાત કંપનીઓ સાથે બ્રિટન બીજા સ્થાને છે.
મેઈનલેન્ડ ચાઈના અને જાપાન પાંચ વીમા કંપનીઓના હેડ ક્વાર્ટર સાથે યાદીમાં ટોચ પર છે. નોર્ધર્ન અમેરિકા 12મા ક્રમે છે, જેમાં આઠ કંપનીઓ અમેરિકાસ્થિત છે, બે કેનેડામાં અને બે બર્મુડામાં છે.