હેકરોએ આ છેતરપિંડી આચરવા માટે એનઆરઆઇના અંગત ઇમેલ એકાઉન્ટને ટાર્ગેટ કર્યું હતું. હેકરોએ એનઆરઆઇના ઇમેલ આઇડીથી સિન્ડિકેટ બેન્કની મનીપાલ બ્રાન્ચને બે ઇમલ મોકલ્યાં હતાં. તેમાં તેમણે પૈસા તેમની ફોરેન કરન્સી એનઆરઆઇ એકાઉન્ટ દ્વારા હોંગકોંગની બેન્કમાં રકમ ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું. બેન્કના અધિકારીઓને શંકા જતાં તેમણે એનઆરઆઇને સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે કોઈ મેલ તેમણે મોકલ્યો નથી.