અમદાવાદઃ ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL)એ 10 હજાર મેગાવોટનો આંક પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર ઉર્જા, 1,401 મેગાવોટ પવન ઉર્જા અને 2,140 મેગાવોટ પવન-સૌર ઊર્જા હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. કંપની ચાલુ દાયકાના અંતમાં 45,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ તરફ આગળ વધી રહી છે. અદાણી એનર્જીનો 10,934 મેગાવોટનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાંહળાં કરશે. સાથે સાથે જ સૌથી મહત્વના એવા હવામાં વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા સાથે હવાને પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે.