અમરનાથ ગુફાથી બર્ફાની બાબાની પહેલી તસવીર

Saturday 23rd April 2022 04:50 EDT
 
 

કોરોના મહામારીના કારણે બે વર્ષથી બંધ રહેલી પવિત્ર અમરનાથ યાત્રા આ વખતે 30 જૂનથી શરૂ થઇ રહી છે. દર વર્ષે કુદરતી રીતે સર્જાતી બર્ફાની બાબાના શિવલિંગની આ વર્ષની તસવીર બુધવાર - 13 એપ્રિલે સામે આવી હતી. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા ભગવાન ભોલેનાથના બરફના શિવલિંગની આ તસવીર સોશિયલ મીડિયામાં મૂકાઈ હતી. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા શ્રાઈન બોર્ડ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં અમરનાથ યાત્રની તૈયારીઓની જાણકારી મેળવવામાં આવી હતી  ઉલ્લેખનીય છે કે, યાત્રા માટેના ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. આ વર્ષે આઠ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter