નવી દિલ્હીઃ દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન આપીને નવી ચર્ચા ઊભી કરી છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવા ભાજપ કે સરકારની મદદ લીધા વિના અમે જાતે મંદિર બનાવીશું તેમ દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું. ભાજપના નેતાઓ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના નેતાઓ હવે રામમંદિર બનાવવાની વાતો બંધ કરે. શંકરાચાર્યે કહ્યું હતું કે, 'અમે હાથ જોડીને આપને કહીએ છીએ કે રામ જન્મભૂમિના મુદ્દે વાતો બંધ કરો. અમે જાતે તે જગ્યા પર રામમંદિર બનાવીશું.’