સુપ્રીમકોર્ટે કોંગ્રેસને આંચકો આપતાં અરુણાચલ પ્રદેશમાં યથાસ્થિતિ જાળવી રાખવાના પોતાના આદેશને ૧૮મી ફેબ્રુઆરીએ પાછો ખેંચી લીધો હતો. કારણે હવે રાજ્યમાં સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. જસ્ટિસ જે. એસ. ખેહરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે કોંગ્રેસના ૧૪ વિદ્રોહી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા સંબંધિત દસ્તાવેજ પર વિચાર કર્યો હતો. ત્યાર પછી પોતાનો આદેશ પાછો ખેંચ્યો હતો. કેન્દ્રિય પ્રધાનમંડળે ૧૭મી ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી હતી. તેના થોડા કલાકો બાદ કોર્ટે રાજ્યમાં યથાસ્થિતિ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યા કાલિખો પુલે અગાઉ રાજ્યપાલ જે.પી. રાજખોકા સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની પાસે ૬૦ સભ્યોની વિધાનસભામાં ૩૧ સભ્યોનું સમર્થન છે.