મુંબઇઃ શાર્કટેન્ક ઈન્ડિયા શોના જજ અને ભારતપેના સહસ્થાપક અશનીર ગ્રોવર હવે કંપની સાથે નવા વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં કંપનીના બોર્ડ સાથે વાદવિવાદ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે અશનીર અને તેની પત્ની માધુરી જૈન-ગ્રોવરે કંપનીના ભંડોળનો ઘોર દુરુપયોગ કર્યો છે. તેમની લાઇફસ્ટાઇલ કેટલી ખર્ચાળ હતી કે તેનો અંદાજ ફક્ત એ વાત પરથી આવી શકે છે કે તેમણે ડાઇનિંગ ટેબલ અને કાર પર જ દસ કરોડ રૂપિયા ઉડાવી દીધા હતાં. કંપનીના કર્મચારીઓના હવાલા સાથે બહાર આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપની ફંડ્ઝના કહેવાતા દુરુપયોગ બદલ હોદ્દા પરથી હટાવાયેલા અશનીર ગ્રોવરે કંપનીમાં હતાં ત્યારે પોર્શ કાર ખરીદી હતી. તેની સાથે અશનીરે પોતે જ કંપનીના સ્ટાફને જણાવ્યું હતું કે તેણે એક ડાઇનિંગ ટેબલ ઉપર જ 1.30 લાખ અમેરિકન ડોલરમાં ખરીદ્યું હતું.