કજરી નૂપપુર (ઉત્તર પ્રદેશ)ઃ નીતનવા વિક્રમો સર્જવા માટે લોકો જાતભાતની વસ્તુ પેટમાં પધરાવતા હોવાનું તમે સાંભળ્યું હશે, પણ ઉત્તર પ્રદેશના આ વૃદ્ધાં આદતને વશ રોજ એક કિલોગ્રામ રેતી ખાઇ જાય છે. સુદામા દેવીને દસ વર્ષનાં હતાં ત્યારથી રેતી ખાવાની આદત છે. રેતી જેવો પદાર્થ પચાવવો શરીર માટે અશક્ય હોવા છતાં તેમને રેતી કેવી રીતે પચે છે તે હજુ સુધી કોઇ ડોક્ટર્સને સમજાયું નથી. કજરી નૂરપુરનાં રહેવાસી સુદામા દેવી જણાવે છે કે મારાં લગ્ન થયાં તે પહેલાં મારા પિતા રેતીની વ્યવસ્થા કરતા હતા. લગ્ન બાદ મારા પતિ કિશોર કુમાર મારા માટે રેતીની વ્યવસ્થા કરતા હતા. હું પહેલી વાર સાસરે આવી અને રેતી ખાવાનું શરૂ કર્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. લોકો પણ કહે સુદામા દેવી ૯૨ વર્ષની વયે પણ તંદુસ્ત છે.