આતંકવાદ વિરુદ્ધ ભારત-ઇન્ડોનેશિયા એકજૂથઃ જોકે વિડોડો

Wednesday 14th December 2016 07:36 EST
 
 

નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકે વિડોડો તાજેતરમાં બે દિવસના ભારત પ્રવાસે હતા. તેમણે ૧૨મી ડિસેમ્બરે જણાવ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ, ટેકનિક અને સમુદ્રી ક્ષેત્રના ઉપયોગ વિશે ઘણી સમજૂતીઓ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન બન્ને દેશો વચ્ચે પેટ્રોલિયમ, ગેસ, ઇન્ફરમેશન ટેક્નોલોજી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં પણ વેપાર અને રોકાણ પર દ્વિપક્ષીય સમજૂતી થઈ હતી. મુસ્લિમોની વસતી ધરાવતા સૌથી મોટા રાષ્ટ્ર તરીકે ઇન્ડોનેશિયા સાથે આ સમજૂતી મહત્ત્વપૂર્ણ છે. જોકો વિડોડો સાથે મીડિયાને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, બન્ને દેશ લોકશાહી, વૈવિધ્ય અને સામાજિક સમરસતાના મૂલ્યને વહેંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter