નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે આગામી વર્ષે સંભવિત વૈશ્વિક મંદીનો ઇન્કાર કરી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની બધી અર્થવ્યવસ્થાઓ માટે મંદીનું જોખમ એપ્રિલ પછી વધી ગયું છે. વિશ્વના બધા અર્થતંત્રો માટે અસંભવિત વૈશ્વિક મહામંદીની સંભાવના પ્રબળ બની ગઈ છે. આ બાબત વિશ્વના બધા અર્થંતંત્રો માટે ભયજનક છે. આઇએમએફ આગામી વર્ષોમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 3.6 ટકાથી ઘટાડવાનું છે. તેમણે જણાવ્યું હતું કે આઇએમએફના અર્થશાસ્ત્રી વૈશ્વિક વિકાસદરના નવા આંકડાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે અને તેને ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે. આઇએમએફ 2022ના જુલાઈના અંતમાં 2023 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ જારી કરી શકે છે.