યુપીએ સરકારમાં ગૃહ સચિવ રહેલા જી. કે. પિલ્લઈએ એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલી હોવાના સત્યને છુપાવવામાં રાજકીય હાથ હતો. કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ઇશરત જહાંનું સત્ય બહાર આવે.
૨૫મી ફેબ્રુઆરીએ આપેલા આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ગુપ્તચર એજન્સીઓએ લશ્કર-એ-તોઇબા તરફથી મોકલેલા શૂટરો વિશે માહિતી હાંસલ કરવા અને તેમને ટ્રેક કરવામાં ભારે સફળતા મેળવી હતી. પિલ્લઈ ગૃહ સચિવ હતા ત્યારે સરકાર તરફથી દખલ કરાયેલા બે સોગંદનામામાં વિરોધાભાસના પ્રશ્ન અંગે તેમણે જણાવ્યું હતું કે, તે બન્ને સોગંદનામા અલગ હતા. એક સોગંદનામામાં હતું કે અથડામણમાં જેમનું એન્કાઉન્ટર થયું એ લોકો લશ્કર-એ-તોઇબાના આતંકી હતા જ્યારે બીજા સોગંદનામામાં આ વાતનો ઉલ્લેખ નહોતો.