ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે વિદેશી સેના પણ સામેલ થશે. ફ્રાન્સની સેનાની એક ટુકડી પરેડનો ભાગ બનશે. ટુકડી સૈન્ય અભ્યાસ માટે ભારત આવેલી છે. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ પ્રજાસત્તાક દિવસ સમારંભના મુખ્ય અતિથિ રહેશે. સૂત્રોએ કહ્યું હતું કે, આમ પહેલી વાર થઇ રહ્યું છે જ્યારે રાજપથ પર પ્રજાસત્તાક દિવસની માર્ચ પાસ્ટ સમારંભમાં કોઇ વિદેશી સેનાની ટુકડી ભાગ લેશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે રાજસ્થાનના બિકાનેરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ 'શક્તિ' શુક્રવારે શરૂ થયો છે.