દેહરાદૂનઃ ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુ ઘેરાઇ રહ્યું છે. વિધાનસભા સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલે ૨૦મી માર્ચે ૯ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને શો કોઝ નોટિસ પાઠવી સાત દિવસમાં જવાબ આપવા આદેશ આપ્યો છે. સ્પીકરે સવાલ કર્યો છે કે પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરી વિપક્ષ ભાજપ સાથે હાથ મિલાવવા માટે બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને શા માટે ગૃહના સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા જોઇએ? બળવાખોર ધારાસભ્યો દેહરાદૂનમાં હાજર ન હોવાથી નોટિસ ટ્રાન્ઝિટ હોસ્ટેલ ખાતે ચોંટાડાઈ છે. સ્પીકરે આ ધારાસભ્યો પાસે મુદ્દાસર જવાબો માગ્યા છે.