ગણેશગંજ વિસ્તારમાં એક ગટરની પાસે ૪૦ વર્ષીય એડવોકેટ શ્રવણકુમાર વર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેચના વકીલોએ ૧૧મી જાન્યુઆરીએ જોરદાર હોબાળો કર્યો હતો. રાજ્ય પરિવહનની બે બસોમાં આગ ચાંપી હતી અને અનેક વાહનોને નુકસાન પહોંચાડયું હતું. દેખાવો કરી રહેલા વકીલોએ થાંભલાઓ ઉપરથી પોસ્ટરો અને બેનરો ફાડીને બાળી નાંખ્યા હતાં. વકીલોએ શ્રવણકુમારના હત્યારાઓની ધરપકડ કરવાની અને તેના પરિવારજનોને રૂ. ૧૦ લાખની સહાય આપવાની માગ કરી છે.