લંડનઃ ભારતીય પ્રજાસત્તાકમાં બ્રિટિશ હાઈ કમિશનરના પદે મિ. એલેક્સ એલિસ CMGની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વિદાય લેતા બ્રિટિશ હાઈ કમિશનર સર ફિલિપ બાર્ટન KCMG OBEનું સ્થાન સંભાળશે.
મિ. એલેક્ઝાન્ડર એલિસ CMG વર્તમાન કેબિનેટ ઓફિસમાં ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે કાર્યરત હતા. તેમણે વિવિધ હોદ્દાઓ પર કાર્યભાર સંભાળેલો છે. તેઓ ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝિટિંગ યુરોપિયન યુનિયનના ડાયરેક્ટર જનરલ (૨૦૧૭થી ૨૦૧૯), બ્રાઝિલિયામાં બ્રિટિશ એમ્બેસેડર (૨૦૧૩થી ૨૦૧૭), FCOમાં ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજી (૨૦૧૧થી ૨૦૧૩), લિસ્બનમાં બ્રિટિશ એમ્બેસેડર (૨૦૦૭થી ૨૦૧૦), પ્રેસિડેન્ટ ઓફ યુરોપિયન કમિશનના સલાહકાર (૨૦૦૫થી ૨૦૦૭) તરીકે કાર્યરત હતા.
તેમણે ૧૯૯૦થી ૨૦૦૫ના સમયગાળામાં લિસ્બન, માડ્રિડ અને ઈયુમાં હોદ્દાઓ સંભાળ્યા હતા. મિ. એલેક્સે યુરો, ઈયુ બજેટ ફ્રેમવર્ક, ઈયુ સાથે સંધિ અને ઈયુના વિસ્તૃતિકરણ સહિતના મુદ્દે બ્રિટિશ સરકારની મંત્રણા ટીમના સભ્ય તરીકે કામગીરી પણ સંભાળી છે. આ ઉપરાંત, તેમણે સાઉથ આફ્રિકાનું બહુપક્ષીય લોકશાહીમાં રુપાંતર કરાવા મુદ્દે પણ કામગીરી કરી હતી.
તેમના પત્નીનું નામ ટેરેસા એડગેસ છે દંપતીને એક પુત્ર છે.