કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું નિધન

Thursday 27th November 2014 06:44 EST
 

બનારસ ઘરાનાના મહાન નૃત્યાંગના તથા અભિનેત્રી સિતારા દેવીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ પછી પદ્મભૂષણ આપવાની જાહેરાત થઇ ત્યારે તેનો અસ્વીકાર કરતા તેમણે કહ્યું હતું કે મને તો ભારત-રત્ન મળવો જોઇએ. કથ્થક નૃત્યશૈલીને દેશ-વિદેશમાં પ્રખ્યાત કરવામાં મહત્ત્વનું યોગદાન આપી ચૂકેલા સિતારા દેવીએ ‘મુગલ-એ-આઝમ’ના મહાન સર્જક કે. આસિફ સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્નસંબંધ અલ્પજીવી નીવડયો હતો. ત્યારબાદ તેમણે પ્રતાપ બારોટ સાથે લગ્ન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter