અમેરિકાના ન્યુયોર્ક ખાતે રહેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાહક તેમજ પ્રખર સમર્થક ગુજરાતી અગ્રણી વિષ્ણુભાઇ પટેલે પોતાની મર્સીડીઝ કારની નંબર પ્લેટ મોદી પીએમ (MODI PM)ના નામથી રજીસ્ટર્ડ કરાવી છે.
છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકામાં વસતા અને આણંદ જીલ્લાના મહેળાવના વતની વિષ્ણુભાઇ ન્યુયોર્ક ગુજરાતી સમાજના સ્થાપક છે અને પ્રમુખ તરીકે તેમણે ૮ વર્ષ સેવાઅો આપી હતી. ૧૦ પરિવારોથી સ્થપાયેલા સમાજના સદસ્ય પરિવારોની સંખ્યા આજે ૩,૦૦૦ પરિવારની છે. તેઅો દર વર્ષે અોલ ઇન્ડિયા ફેસ્ટીવલ્સ સહિત વિવિધ કાર્યક્રમો કરે છે અને વૈષ્ણવ હવેલી, ઇસ્કોન મંદિર, ફોગાનાના સદસ્ય છે. તેઅો ૨૭ ગામ પાટીદાર સમાજ અમેરિકાના અગ્રણી છે અને ન્યુયોર્ક લાઇફ ઇન્સ્યોરંશના મોટા એજન્ટ છે.
લાંબા સમય સુધી કોંગ્રેસના શાસન તળે રહેલા ભારતના નાગરીકોએ પરિવર્તન લાવવા ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન તરીકે સજ્જડ બહુમતી આપીને ચૂંટતા કેટલાય લોકોએ માથે મુંડન કરાવ્યું હતું અને ચાલતા મંદિરે દર્શન કરવાની માનતા માની હતી.