કાશ્મીરમાં 34 વર્ષથી બંધ ઉમા ભગવતી મંદિર ફરી ભક્તો માટે ખુલ્લું મૂકાયું

Saturday 20th July 2024 05:50 EDT
 
 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 30 કરતાં વધુ વર્ષો પછી રવિવારે માતા ઉમા ભગવતીના મંદિરના દ્વાર પુનઃ ખોલવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર વિકસિત જમ્મુ-કાશ્મીર માટે પ્રતિબદ્ધ છે. દેવી ઉમા ભગવતીનું મંદિર પાંચ ઝરણાં વચ્ચે આવેલું છે. મંદિરના પુનઃનિર્માણ પછી યોજવામાં આવેલા ઉદઘાટન કાર્યક્રમમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
રાજસ્થાનથી લાવવામાં આવેલી મા ઉમાની મૂર્તિને ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે મંદિરના ગર્ભગૃહમાં પધરાવવામાં આવી હતી. કાશ્મીરી પંડિતો અને મુસ્લિમો સહિતના સ્થાનિક પ્રજાજનોએ મંદિરના નવનિર્માણ બદલ ખુશી વ્યક્ત કરી હતી. ગુલઝાર અહેમદ નામના એક સ્થાનિક ગ્રામજને કહ્યું હતું કે અમે અમારા પંડિતબંધુઓને શક્ય તમામ રીતે સહાય કરીશું. એમણે મંદિરમાં 34 વર્ષો પછી થયેલા ધાર્મિક કાર્યક્રમ આયોજન બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter