નવીદિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યાના ગણતરી દિવસોમાં કેન્દ્ર સરકારે પોંડિચેરીના લેફ. ગવર્નરપદે ટોચના પોલીસ અધિકારીમાંથી રાજકારણી બનેલા કિરણ બેદીની નિયુક્તિ કરી છે. કિરણ બેદી ભારતનાં પહેલા મહિલા આઈપીએસ અધિકારી હતાં. ૨૦૧૫માં કિરણ બેદી રાજકારણમાં પ્રવેશી ભાજપમાં જોડાયાં હતાં.