કેરળના સોલર પેનલ કૌભાંડમાં બુધવારે વિજિલન્સ કોર્ટે મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ ચાંડીના વિરોધમાં દેખાવો તેજ કરતા તેમનું રાજીનામું માગ્યું છે. ત્રિસૂરના તપાસ કમિશનર અને વિશેષ જજ એસ. એસ. વાસને ઊર્જા પ્રધાન આર્યાદન મોહમ્મદ સામે પણ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ વિજિલન્સ ડાયરેક્ટરને કહ્યું હતું કે, તેઓ શક્ય એટલી ત્વરાએ તપાસ પૂરી કરે. વિશેષ જજે આ આદેશ પી. ડી. જોસેફની અંગત અરજી પર આપ્યો છે. જ્યારે જોસેફે ઊર્જા કૌભાંડની મુખ્ય આરોપી સરિતા એસ. નાયરના નિવેદનોને આધાર બનાવીને અરજી દાખલ કરી હતી.