સુપ્રીમ કોર્ટે કેરળની નવી આબકારી નીતિને સાચી ઠેરવતા ૨૯મી ડિસેમ્બરે કેરળમાં દારૂબંદીને માન્યતા આપી હતી. સુપ્રીમે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દારૂબંદી માટે જે નીતિ જાહેર કરાઈ છે તે યોગ્ય છે. આ નીતિ હેઠળ માત્ર ફાઈવ સ્ટાર હોટેલ્સ જ દારૂ પીરસી શકશે. હોટેલ બાર એસોસિયેશન દ્વારા રાજ્ય સરકારની આ નીતિનો વિરોધ કરતી અરજી સુપ્રીમમાં દાખલ કરાઈ હતી. મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે હોટેલ બાર એસોસિયેશનની અરજી ફગાવી દેતાં કેરળ સરકારની નીતિને મંજૂરી આપી દીધી હતી.