પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના નજીકના સહયોગી રહેલા એમ. એલ. ફોતેદારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર જાહેરમાં પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે થોડા સમયમાં જ પક્ષમાંથી રાહુલની લીડરશિપને પડકારવામાં આવશે.
ફોતેદારે તેમના પુસ્તક ‘ધ ચીનાર લિવ્સ’માં લખ્યું છે કે રાહુલ તેમના પિતાની જેમ જ રાજકારણમાં આવવા માગતા ન હતા. તેમની પોતાની મર્યાદા છે. રાજીવ ગાંધીને જેવી રીતે સ્વંય ઈન્દિરા ગાંધીએ તૈયાર કર્યા હતા તે રીતે રાહુલને સોનિયા ગાંધીએ તૈયાર કર્યા નથી. ફોતેદારે સોનિયાની ટીકા કરતા કહ્યું કે, તેમના અનેક ગુણ હોવા છતાં રાજકીય વહીવટનો અભાવ છે અને રાહુલને આગળ વધારવાની તેમની ઈચ્છાથી પાર્ટીમાં સમસ્યા ઊભી થઈ છે.