કોલકાતા: પરાજય અને બળવાના માર વચ્ચે અટવાયેલી કોંગ્રેસ ફરીથી મુશ્કેલીમાં મુકાઈ હોય તેમ જણાય છે. ઉત્તરાખંડમાં બળવાનો માર સહન કરી ચૂકેલી કોંગ્રેસ હવે પશ્ચિમ બંગાળમાં ફસાય તેમ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીરરંજન ચૌધરીએ તાજેતરના વિધાનસભામાં વિજયી બનેલા ૪૪ ધારાસભ્યોની પાસે સ્ટેમ્પ પેપર પર સોગંદનામાં સાઈન કરાવ્યાં છે. ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પપેપર ઉપર તમામ વિજેતા ધારાસભ્યોના હસ્તાક્ષર કરાવાયા છે. આ સ્ટેમ્પપેપરમાં જણાવાયું છે કે, તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રત્યે વફાદાર રહેશે, તે ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસવિરોધી કોઈ પ્રવૃત્તિ થશે તો તેઓ તેમાં જોડાશે નહીં.