નવી દિલ્હી: જો તમે ગંગા અને બ્રહ્મપુત્રામાં ક્રૂઝની શાનદાર સવારી માણવા માંગો છો તો હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારી ઈચ્છા પૂરી કરશે. આગામી સપ્ટેમ્બરથી સેવા શરૂ થશે, અને આ પેકેજનો સમય ત્રણ દિવસ અને બે રાતનો રહેશે. પ્રારંભિક રીતે તે પશ્ચિમ બંગાળ, અસમ અને કેરળમાં શરૂ થશે. એક વ્યક્તિએ પેકેજ માટે 30 હજાર રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. ક્રૂઝમાં લક્ઝરી રૂમ ઉપરાંત ડાઈનિંગ અને ઓપન એરિયા પણ હશે. ક્રૂઝમાં યાત્રા દરમિયાન ગાઈડ પણ સાથે રહેશે, જે યાત્રા અંગે જાણકારી આપશે. 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોની આખી ટિકિટ લેવાની રહેશે. જ્યારે 5થી 12 વર્ષના બાળકોની અડધી ટિકિટ થશે, એમ કંપનીએ જાહેરાતમાં જણાવ્યું હતું.