નવી દિલ્હીઃ ચૂંટણી પરિણામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી ત્યારે તે સાથી પક્ષો સાથે ગઠબંધન સરકાર ચલાવશે. જોકે, આ 'ગઠબંધન ધર્મ' તેના અગાઉના નિર્ણયો અને ઘણા સુધારાઓને લાગુ કરવામાં અવરોધ બની શકે છે. વાસ્તવમાં ગઠબંધનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જેડીયુ અને ટીડીપીનાં પોત-પોતાનાં હિતો રહેલાં છે. ભૂતકાળમાં એન. ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર બંનેના ભાજપ સાથે ક્યારેક ઉતાર-ચઢાવ ભર્યા સંબંધો રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં ભાજપે છેલ્લાં 10 વર્ષથી ચાલી રહેલા મહત્ત્વના સુધારાનાં પગલાં અને પ્રોજેક્ટને અટકાવી દેવાં પડશે.
• ડિસઇન્વેસ્ટમેન્ટઃ જેડીયુ જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટની વિરુદ્ધમાં છે. ભાજપે તેનાથી પીછેહઠ કરવી પડી શકે છે. પાર્ટી બિહારને વિશેષ દરજ્જાની માગ પણ કરી રહી છે.
• મુસ્લિમ અનામત: આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો ન આપવાના મુદ્દે ટીડીપીએ 2018માં ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. હવે તે ફરીથી માગનું પુનરાવર્તન કરી શકે છે.