ગત ચૂંટણીમાં આ 93માંથી 71 બેઠક ભાજપે કબજે કરી હતી

Saturday 11th May 2024 05:31 EDT
 
 

ગત ચૂંટણીમાં આ 93માંથી 71 બેઠક ભાજપે કબજે કરી હતી. આ 93 પૈકી 8 હાઇપ્રોફાઇલ બેઠકો...

• ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત ચૂંટણીમાં 5.5 લાખ વોટની સરસાઈથી જીત્યા હતા. આ વખતે 10 લાખ વોટથી જીતવાનું લક્ષ્યાંક છે.
• મેનપુરીઃ સપા સુપ્રીમો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ મેદાનમાં છે. 1996 પછી અહીં સપા ક્યારેય હારી નથી.
• બહરામપુર: ટીએમસીના નેતા અને ક્રિકેટર યુસુફ પઠાણ ઉમેદવાર છે. તેઓ કોંગ્રેસના અધીર રંજન સામે ટકરાશે. અધીર અહીં સતત 3 વખતથી જીત્યા છે.
• બારામતીઃ અહીં એનસીપી (શરદ પવાર)માંથી સુપ્રિયા સૂલે એનસીપી (અજિત પવાર)ના ઉમેદવાર તેમના ભાભી સુનેત્રા સાથે ટકરાશે.
• વિદિશા: એમપીના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ છઠ્ઠી વખત આ સીટ પરથી લડી રહ્યા છે. 1991માં અહીંથી કોંગ્રેસના છેલ્લા સાંસદ રહેલા ભાનુપ્રતાપ સામે તેમની ટક્કર છે. 1996થી અહીં ભાજપ જીતે છે.
• ગુનાઃ જ્યોતિરાદિત્ય સિંધિયા 2019માં આ પરંપરાગત બેઠક હાર્યા હતા. આ વખતે ભાજપમાંથી લડી રહ્યા છે. આ સીટ સિંધિયા પરિવારનો ગઢ ગણાય છે.
• રાજગઢઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ 33 વર્ષ પછી અહીંથી લડી રહ્યા છે. 1984થી 1991 સુધી તેઓ અહીંથી સાંસદ હતા. 2019માં ભોપાલથી હારેલા દિગ્વિજયની પ્રતિષ્ઠા દાવ પર છે.
• બદાયુઃ: અખિલેશ યાદવના કાકા શિવપાલના પુત્ર આદિત્ય મેદાનમાં છે. તેઓ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter