ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના સીબીઆઈના ઈન્ચાર્જ

Wednesday 07th December 2016 05:36 EST
 
 

અમદાવાદઃ ભારતના સર્વોચ્ચ જાસૂસી અને તપાસ સંસ્થા એવી સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર અનિલ શર્મા નિવૃત્ત થયા છે અને ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના આઈપીએસ રાકેશ અસ્થાનાને ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત બીજી ડિસેમ્બરે કરાઈ છે. ગુજરાતના કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાએ સીબીઆઈ એસપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું ચકચારી ચારાકાંડ છત્તું કર્યું હતું.
વડોદરા અને સુરતમાં પોલીસ કમિશનર તરીકે લાંબો સમય ફરજ બજાવી આસારામ બાપુ, નારાયણ સાંઈ જેવા ચમરબંધીઓને જેલ ભેગા કરીને કરોડોની લાંચની ઓફરને ફગાવી. ગોધરાકાંડ વખતે સાબરમતી ટ્રેન સળગાવવાના મામલામાં આઈએસનું કાવતરું હોવાના પુરાવા તેમણે જ શોધ્યા હતા. સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે હાલમાં આર કે દત્તા છે. તેમને ગૃહ મંત્રાલયમાં સ્પે. સેક્રેટરી તરીકે મહત્ત્વની કામગીરી આપીને આસ્થાનાને ઇન્ચાર્જ ડિરેક્ટર બનાવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter