• કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી ચૂંટણી લડતા અધીર રંજન ચૌધરીએ એવું ચોંકાવનારું નિવેદન કર્યું છે કે દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટીને અદાણી-અંબાણી પાસેથી પૈસા નહીં મળવાને તેમને બદનામ કરાઇ રહ્યા છે.
• કોંગ્રેસના પુર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સનસનીખેજ નિવેદન આપતાં દાવો કર્યો છે કે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી તરત રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી તેઓ રાજીવ ગાંધીએ જે રીતે શાહબાનો કેસ ચુકાદો પલટયો હતો તે જ રીતે રામમંદિર મુદ્દે સર્વોચ્ચ અદાલતે આપેલો ચુકાદો પણ પલટી નાખશે.
• ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઊંચુ સ્થાન ધરાવે છે. યોગી આદિત્યનાથે 27 માર્ચે પ્રબુદ્ધ સંમેલનથી ચૂંટણીની વિકેટ પર બેટિંગની શરૂઆત કરી હતી અને પ્રચાર શરૂ કર્યાના પહેલા 37 દિવસમાં જ તેમણે 100 સ્થળો પર જનતાને સંબોધિત કરી છે. જેમાં 73 જનસભાઓ, 15 પ્રબુદ્ધ સંમેલન, 10 રોડ શો અને લોકસભા સંચાલન સમિતિની બે બેઠક સામેલ છે.
• કોંગ્રેસમાંથી નેતાઓનું પલાયન ચાલુ છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રીય પ્રવક્તા રાધિકા ખેડા ભાજપમાં જોડાયાં છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ સાથે જ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શેખર સુમન પણ ભાજપમાં જોડાયા છે.
• મહારાષ્ટ્રના મહિલા આયોગનાં અધ્યક્ષ તથા એનસીપીના અજિત પવાર જૂથના મહિલા નેતા રુપાલી ચાકણકરે એક મતદાન મથકમાં પૂજાની થાળી તથા દીવા સાથે જઈ ઈવીએમની આરતી ઉતારી પૂજા કરતાં વિવાદ સર્જાયો છે.